સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર વિવાદ ઘેરાયેલુ રહે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની કરતૂતો બહાર આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ભાયાવદર ગુરુકુળમાંથી વાલીઓ દ્વારા સંતાનોને ઘરે લઈ જવામાં આવ્યા છે. હાલ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ખાલી થવાની તૈયારી પર છે. તેમજ વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.


[[$googlead]]

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદીની તપાસ ગોંડલના PI રેખા રાઠોડને સોંપવામાં આવી છે. હાલ ભાયાવદર સ્વામિનારાયણ મંદિરમાં PI રેખા રાઠોડની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. તેમજ ખીરસરા સ્વામિનારાયણમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

  • Follow us on:

[[$alsoread]]