રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજના સ્થળે પહોંચ્યા તો ત્યાં દૃશ્યો જોઈને નવાઈ પામ્યા હતા. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. 7 દિવસ થયા હોવા છતાં મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.
7 દિવસ થયા હોવા છતાં મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે. રાજકોટમાં સમૂહલગ્નમાં છેતરપિંડી મામલે પોલીસે નાની માછલીઓને પકડીને સંતોષ માની લીધો છે. હિસ્ટ્રીશીટર ગુનેગાર ના હોવા છતાં 7 દિવસથી પોલીસ પકડમાં ન આવાતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
જાણો શું છે મામલો
રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.
લગ્નની ખુશીના પ્રસંગમાં ગનગીમ દૃશ્યો સર્જાયા હતા. જાનૈયાઓ વીલા મોંઢે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કન્યાની આંખોમાં આંસુ છલકાતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. જોકે, પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ મદદે આગળ આવી હતી. તેમણે ગોર મહારાજ બોલાવીને લગ્નવિધિ સંપન્ન કરાવતા વર અને વધુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સામાજિક જવાબદારી માટેની મીડિયાની મહેનત રંગ લાવી છે,મીડિયા અને આગેવાનોની મદદથી વર-વધુના લગ્ન થયા છે અને સામાજિક આગેવાનોએ પણ ઉઠાવી જવાબદારી તો મહત્વનું છે કે,6 યુગલોના લગ્નની વિધિ કરવામાં આવી છે તો સામાજિક સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી ઉઠાવી છે,પરિવારજનોના ચહેરા પર રેલાયુ સ્મિત અને તમામનો માન્યો આભાર,લગ્ન પ્રસંગમાં આવેલ સૌ કોઈની આંખમાં હરખના આંસુ આવ્યા હતા.









