રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીળીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. હાલમાં વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પીળી પતિ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, જો કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી અને તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને એક મણે ડુંગળીના માત્ર 100થી 300 રૂપિયા ભાવ મળે છે.


[[$googlead]]

ડુંગળીની અન્ય દેશમાં નિકાસ ન થતી હોવાથી ભાવ ઘટ્યા

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4થી 5 હજાર કટાની આવક દરરોજ થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પીળી પતિ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે. જો કે લાલ ડુંગળી બાદ પીળી પતિ ડુંગળીના પણ ભાવ ખેડૂતોને મળતા નથી. ઉત્પાદન પડતર કરતા રૂપિયા 200 નીચા ભાવે ખેડૂતોને ડુંગળીનું વેચાણ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. બીજી તરફ સફેદ ડુંગળીના વધારે 200 રૂપિયા માત્ર ભાવ મળે છે. બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ ન થતી હોવાના કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે. 

[[$alsoread]]

  • Follow us on: