રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને ઉપલેટા ને જોડતો અને મોજ નદી ઉપર બનાવેલ કોઝવે તૂટ્યો છે. સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસતા નદીઓમાં પાણીની આવક થઈ છે. ઉપલેટાથી જામકંડોરણાને જોડતો કોઝવે તૂટતા વાહન વ્યવહાર બંધ થયો છે. કોઝવે તૂટી જતાં અનેક ગામના લોકોને અસર પડી છે.


[[$googlead]]

ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોરણા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોરણાથી રાજકોટ જવા માટેનો એક માત્ર આ માર્ગ છે અને બન્ને વચ્ચે આવેલ કોઝવેની હાલ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ કોઝવે દર વર્ષે ધોવાઇ જાય છે. તંત્ર દ્વારા દર વખતે માટી કામથી સાંધા કરવામાં આવે છે પણ દર વર્ષે વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયા પણ ધોવાણ થઈ જાય છે.


[[$alsoread]]

  • Follow us on: