સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં વરસાદ બાદ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે ઉપલેટામાં કોઝવે પર મસમોટ ગાબડા પડ્યા છે. ઉપલેટામાં મોજ નદી પાસે કોઝવે પર ગાબડા પડ્યા છે. ગઢાળા ગામ પાસે આવેલ કોધેવે પર ગાબડા પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઝવે પર ગાબડા પડતા રસ્તો બંધ થયો છે. જેના કારણે વાહન ચાલકો 10 કિમી ફરીને જવા માટે મજબૂર બન્યા છે. વરસાદ બાદ સમસ્યા ઘટવાની બદેલે વધતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








