હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને રાજકોટમાં 24 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જેને લઈને લોકોમ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાદર ડેમમાં નવા નીરની આવક નોંધાઇ
વરસાદને લઈને રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક નોંધાઇ હતી. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવા પાણીની આવક થઈ છે. તો ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ હતી. સાથે જ ફોફડ ડેમમાં 1.71 ફૂટ નવા નીરની આવક થવા પામી હતી અને આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઇ હતી.









