ગુજરાતમાં હાલ ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યના સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના ધોરાજીમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.


[[$googlead]]

ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદ વરસતા પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


[[$alsoread]]
  • Follow us on: