રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા હરમતીયા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે હરમતીયા ગામે પૂરની સ્થિતિ સર્જાય છે. તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડમતીયા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી ગામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


[[$googlead]]
  • Follow us on: