રાજકોટમાં મુસાફરોને હેરાન કરનાર રિક્ષા ગેંગ ટોળકી ઝડપાઈ. મુસાફરો બસની ભીડથી બચવા રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલમાં રિક્ષાવાળા માસૂમ અને ભલા ભોળા નહીં પરંતુ ગુનેગાર બની રહ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી રીક્ષામાં સવારી કરતાં મુસાફરો પાસેથી પૈસા પડાવવામાં આવતી હોવાની ફરિયાદ જોવા મળી. ભોગ બનનારાઓએ પોલીસમાં ફરિયાદ કરતાં ગુનેગારોને શોધવા પોલીસ સક્રિય બની. પોલીસે રીક્ષા ગેંગનો આરોપીને ઝડપ્યા.


[[$googlead]]

મુસાફરો રીક્ષામાં બેસતા પહેલા ચેતજો

શહેરમાં રીક્ષામાં બેસી પોતાના ગંતવ્ય સ્થાન પર પંહોચતા પહેલા કેટલાક મુસાફરો લૂંટનો ભોગ બની રહ્યા છે. રિક્ષા ચલાવનાર ચાલકો હવે ધમકી આપી મુસાફરોને લૂંટવા લાગ્યા છે. રિક્ષા ગેંગ પોતાના મુસાફરોને ઉલ્ટી અને ઉબકાના બહાને અવવારૂં જગ્યા પર રિક્ષા ઉભી રાખી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા. તો ક્યારેક આ ગેંગ રિક્ષા બેસેલ મુસાફરોની સાથે તેમના માણસોની બેસાડી દેતી. અને મુસાફરના પાકિટમાંથી પૈસા સેરવી લીધા બાદ પોતાની તબિયત ખરાબ છે કહી મુસાફરની બીજી રિક્ષા પકડવાનું કહી અધવચ્ચે જ છોડી દેતી.

[[$alsoread]]

પોલીસે આરોપીને ઝડપ્યા

ગ્રાહકોની ફરિયાદ બાદ પોલીસે રિક્ષા ગેંગને ઝડપવા બાતમીદારો સક્રિય કર્યા. પોલીસે રિક્ષા ગેંગના આતંકમાં આરોપી સંજય બાંભણિયાને મુદામાલ સાથે ઝડપ્યો. પોલીસના ધ્યાનમાં આવ્યું કે રીક્ષા ગેંગની ત્રિપુટી દ્વારા અનેક ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યારે નકલી અને કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં રીક્ષામાં સવારી કરનાર મહિલાઓએ સોનાના દાગીના પહેર્યા હોય તો તેમને કોઈ નિર્જન સ્થળ પર લઈ જાય અને ધમકી આપી દાગીના પડાવી લેવામાં આવતા. લોકોએ રીક્ષામાં મુસાફરી કરતાં પણ સાવધ રહેવું પડશે. કારણ કે ગમે ત્યારે ગમે તે સમયે મુસાફર રિક્ષા ગેંગનો ભોગ બની શકે છે. 

  • Follow us on: