રાજકોટમાં સિવિલ હોસ્પિટલના પાસે વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. નવા બની રહેલા ગેઇટ પાસે ખાડામાં પડી જતા યુવકનું મોત થયું છે. આ વખતે બેદરકારી દર્દી માટે જીવલેણ સાબિત થઈ. તાલાલાથી દર્દી પેટની સારવાર માટે આવ્યા હતા દર્દી સવારે ચા પીવા નિકળ્યા અને તે સમયે આ ઘટના બની અને યુવકનું મોત થયું હતું સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલે છે. અને આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા આ ખાડામાં જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું અંદાજિત 10 ફૂટના ખાડામાં પડી જવાથી મોત થયું છે. .


રાજકોટમાં સિવિલ હોસ્પિટલ પાસે એક બેદરકારનો કિસ્સો સામે આવ્યો છે. નવા બની રહેલા ગેઇટ પાસેના ખાડામાં પડી જતા યુવકનું મોત થયું હતું તાલાલાથી એક દર્દી જગદીશભાઈ ચાવડા પેટની બીમારીની સારવાર માટે આવ્યા હતા. સવારે ચા પીવા નીકળ્યા ત્યાં નવા બની રહેલા સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલતી હતી અને ખાડામાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ. અંદાજિત 10 ફૂટ ના ખાડામાં ખાબકતા દર્દીનું મોત થયું. દર્દી સાજા થવાને બદલે મોત મળ્યું હતું 

[[$googlead]]


[[$alsoread]]
  • રાજકોટમાં ખાડામાં પડી જતા દર્દીનું મોત
  • સિવિલ હોસ્પિટલના નવા ગેઇટ પાસેનો બનાવ
  • દર્દી સવારે ચા પીવા નિકળ્યા તે સમય બની ઘટના
  • તાલાલાથી દર્દી પેટની સારવાર માટે આવ્યા હતા
  • નવા ગેટની કામગીરી માટે ખોદ્યો હતો ખાડો
  • અંદાજિત 10 ફૂટના ખાડામાં ખાબકતા મોત


  • Follow us on: