રાજકોટના એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ લાગવા મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ નિવેદન આપતા કહ્યું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી, તે અન્ય જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષથી ફાયર એનઓસી એટલાન્ટિસ બિલ્ડીંગમાં રિન્યુ કરાવવામાં આવ્યું નહોતું, જેની પણ તપાસ હાથ ધરાઈ છે.


[[$googlead]]

542 બિલ્ડિંગોમાં ત્રુટીઓ મામલે નોટિસ ફટકારાઈ

એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ બાદ ફરી 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 542 બિલ્ડીંગોમાં અલગ અલગ ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર એનઓસી, ફાયર એનઓસી ન હોવી, ફાયર સેફટીના પૂરતા સાધનો અને ફાયર સેફટીના સાધનો બરાબર કામ કરે છે કે નહીં તે તમામ બાબતો એ ચેકિંગ કરવામાં આવ્યું છે. જોકે હાલમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતને લઈને કામગીરીને અસર પહોંચે છે પણ ટૂંક સમયમાં કર્મચારીઓની જગ્યા ભરાઈ જશે. 

[[$alsoread]]

  • Follow us on: