ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદનો માહોલ જામ્યો છે. રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર મેઈન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે. ફાયર બ્રિગેડે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકો પરેશાન થયા હતાં.


[[$googlead]]

વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકોને હાલાકી

રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં કૃષ્ણનગર મેઈન રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રસ્તા વચ્ચે ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકોને હાલાકી થઈ હતી. જે સમયે વૃક્ષ ધરાશાયી થયું તે સમયનો વીડિયો પણ સામે આવ્યો છે.બીજી બાજુ શહેરના વાવડી વિસ્તારમાં તંત્રના બુદ્ધિ પ્રદર્શનનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. તંત્ર દ્વારા ચાલુ વરસાદે ડામરનો રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.

[[$alsoread]]


  • Follow us on: