રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે, જેમાં પોલીસે માહિતી આપી છે કે, 5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે. ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી. ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે, સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે. સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી.


[[$googlead]]

TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે. 4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી. તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું. 4 સપ્ટેમ્બર 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી. ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે. ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં સામે આવ્યું.


[[$alsoread]]

  • Follow us on: