રાજકોટ TRP ગેમઝોનની દુર્ઘટનામાં ઘટનાસ્થળેથી મૃતદેહને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમે ખસેડાયા હતા. મૃતદેહો હોસ્પિટલે પહોંચતા હતા ત્યારે જે લોકોના પરિવારના સભ્યો ગુમ છે તેઓ તેમના સ્વજનોની શોધમાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો ત્યારે સવિલ હોસ્પિટલ મોટા પ્રમાણમાં લોકો જોવા મળતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


[[$googlead]]

31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી

રાજકોટ સિવિલની બહાર ચાંપતા બંદોબસ્ત વચ્ચે લોકો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. 31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જ્યારે 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં અને AIIMSના કોલ્ડ સ્ટોરેજમાં 16 મૃતદેહ રાખવામાં આવ્યા છે. આ સિવાય 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

[[$alsoread]]

તમને જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં નાના બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે ત્યારે રાજકોટ અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ ગોઝારી ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને હિંમત આપતા જોવા મળ્યા હતા.


  • Follow us on: