• રાજકોટ TRP ગેમઝોનને લઈ મોટા સમાચાર
  • TRP ગેમઝોનના બેન્ક ખાતાની તપાસ શરૂ
  • ક્યા ખાતામાં ઓનલાઈન પૈસા મેળવતા તે તપાસ

રાજકોટ ટીઆરપી ગેમઝોનને લઇને એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં હવે ટીઆરપી ગેમઝોનના બેંક ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓ કયા ખાતામાં ઓનલાઇન પૈસા મેળવતા હતા. 2023માં આગ બાદ કેમ ફાયર એનઓસી ન લેવામાં આવી તેને લઇને તપાસ કરાશે. આ ઉપરાંત ભાગીદારો અને અધિકારીઓની આર્થિક લેણદેણની તપાસ પણ કરાશે. આજે સાગઠિયા અને મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાશે. સાથે જ રોહિત વિગોરા અને ગૌતમ જોષીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મનપાની નોટિસ બાદ પણ કેમ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી  તેની પણ પૂછપરછ કરવામાં આવશે. 

SITની કરી છે રચના 

[[$googlead]]

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

[[$alsoread]]

જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે

કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો. SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે. 

  • Follow us on: