રાજકોટ TRP ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં નાના બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે ત્યારે રાજકોટ અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ ગોઝારી ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને હિંમત આપતા જોવા મળ્યા હતા.
CM પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
TRP ગેમઝોનની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા અને જ્યાં તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ સાથે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ પહોંચીને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા, આ સાથે જ શહેરના મેયર MLA દર્શિતા શાહ ઘટના સ્થળે હાજર છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે રાજકોટ પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે,TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોએ પોતાના ભૂલકાઓ, માતા પિતા અને સ્વજનોને ગુમાવવા પડયા ઘટનાની જાણકારી મળતાની સાથે સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું. ખૂબ જ ઝડપે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમ ઝોનની પરમિશન, ફાયર NOC બાબતે બેઠક રાખવામાં આવી છે. કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુમાં વધુમાં રીતે કડક કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.









