રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. આ અગ્નિકાંડમાં જે માસુમોએ જીવ ગુમાવ્યા તેમને હજી સુધી ન્યાય મળી શક્યો નથી . 25 મેના રોજ આ દુર્ઘટના બની હતી. એક મહિનો વીતી ગયા પછી પણ હજી સુધી કોઈને ન્યાય મળી શક્યો નથી. 27 માસુમોની મોતના જવાબકાર કોણ છે તે શોધવામાં હજી સુધી તંત્ર નિષ્ફળ ગયું છે.


[[$googlead]]

રાજકોટના અગ્નિકાંડ કેસમાં 15 સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. SITએ વચગાળાનો તપાસનો રિપોર્ટ પણ સરકારને સોંપી દીધો છે. ત્યારે હવે આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. આ દુર્ઘટનાને એક મહિનાનો સમય થઈ ગયો છે. અને હવે આજે રાજકોટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના અનેક સંગઠનોએ બંધના એલાનને સમર્થન પણ કર્યું છે.


[[$alsoread]]

  • Follow us on: