રાજકોટમાં TRP ગેમઝોનના અગ્નિકાંડે આખા ગુજરાતને હચમચાવી દીધુ હતું. આ અગ્નિકાંડને હવે 2 સપ્તાહનો સમય વિત્યો છે ત્યારે મૃતકોના પરિવારો હજી પણ પોતાના લોકોના મોતથી દુ:ખી છે. હજુ સુધી SITએ પોતાનો રિપોર્ટ પણ સોંપ્યો નથી. તેમની યાદોથી આંખો ભીની થઈ જાય છે ત્યારે 27 મૃતકોના પરિવારો પૂછે છે કે, ન્યાય ક્યારે?
રાજકોટ થયેલા અગ્નિકાંડને લઈને લોકોના મનમાં હજુ પણ સવાલો અનેક છે. ત્યારે જનતા સરકારથી લઈને ભાજપના નેતાઓ પર સવાલ ઉઠાવી રહી છે.
આ સવાલો આ પ્રમાણે છે
શું સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે
અધિકારીઓની સાંઠગાંઠ છતાં કેમ સેવાય છે મૌન?
અધિકારીઓની પૂછપરછનું શું માત્ર નાટક ચાલે છે?
ભાજપના પદાધિકારીઓના નામ કેમ સામે નથી મૂકાતા?
શું સરકાર IAS, IPS અધિકારીઓને બચાવવા માગે છે?
અરૂણ મહેશ બાબુ, અમિત અરોરા સામે પગલાં લેવાશે?
આનંદ પટેલ, રાજુ ભાર્ગવની તપાસમાં શું બહાર આવ્યુ?
શું લોકો ઘટનાને ભૂલી જાય તેની રાહ જોવાઇ રહી છે?
ભાજપના નગરસેવકોની માત્ર પૂછપરછ જ?
14 દિવસ બાદ સરકાર હજુ જવાબદારો નક્કી નથી કરી શકી
શું મોરબી, તક્ષશિલાની જેમ સજા માટે લાંબી રાહ જોવી પડશે?









