હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધી રક્ષા બંધનના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે.. જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વીરગતિ વહોરી હતી..
ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે પ્રાથમિક શાળા નં-10 અને આર.પી.પી ગર્લ્સ માદ્યમિક શાળાની 140થી વધુ બાળાઓ છેલ્લા 8 વર્ષથી 400થી વધુ પાળીયાઓને રાખડી બાંધે છે. આજે રક્ષાબંધનના પાવન પર્વ પર ખાસ આ પાળિયાઓને રાખડી બાંધીને બહેનો પરંપરાને જાળવી રાખે છે. છેલ્લા 8 વર્ષથી આ બાળાઓ એક પણ વખત ચુક્યા વગર આ પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરે છે.









