અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આજે નીકળી છે. ત્યારે હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાના દર્શન કરવા માટે પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. અને કહ્યું કે આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ પણ પોલીસ અને મેડિકલ ટીમને ખુબ જ સાથ આપ્યો છે. 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો અને જનતાએ પણ તેમને સાથ આપ્યો હતો.


[[$googlead]]

હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાવ્યા હતા. કબૂતર ઉડાવીને હર્ષ સંઘવીએ શાંતિનો સંદેશો આપ્યો હતો.તમને જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટા પડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો. કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો.


[[$alsoread]]

  • Follow us on: