સુરતના ઉશ્કેર ગામે ગઈકાલે કેનાલમાં મોટું ભંગાણ પડતા કેનાલમાં સમારકામની કામગીરી કરાઈ હતી જેમાં પાણી બંધ કરાઈને સમારકામની કામગીરી કરાઈ છે,અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યુ હતુ અને બે દિવસમાં કેનાલ શરુ કરવા સિંચાઈ વિભાગનો પ્રયાસ છે,તો કેનાલમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.


[[$googlead]]

ગઈકાલે કેનાલમાં પડયું હતુ ગાબડું

સુરત જિલ્લામાં માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મળસ્કે ત્રણ વાગ્યે કેનાલમાં અચાનક ગાબડું પડ્યું હતું. જેથી નજીકના ખેતરમાં પાણી વહેવા લાગ્યું હતું. આ કેનાલ તોગાપૂર ગામ નજીકથી પસાર થતી હોવાથી ગામના ચાર પાંચ ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી ચોમાસાના વરસાદ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને નદીના પાણી આવ્યા ઘરમાં ઘુસ્યા હોય તેઓ એહસાસ લોકોને થયો હતો.

[[$alsoread]]

  • Follow us on: