સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. ત્યારે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણરી ચાલી રહી છે. સિક્કિમની 32 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. સિક્કિમમાં ફરી એકવાર SKM સરકાર બનવા જઈ રહી છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 સીટો પર લીડ મેળવી છે. જ્યારે SDF 1 સીટ પર આગળ છે. અરુણાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાઈ હતી. વિધાનસભાની 60માંથી 50 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ભાજપે પહેલાથી જ 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. અરુણાચલમાં ભાજપ ફરી એકવાર સત્તા હસ્તગત કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ ટ્રેન્ડમાં બહુમતીની નજીક આવી ગયું છે. 40 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપે 28 બેઠકો પર લીડ મેળવી છે. અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો 31નો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








