દ્વારકાના જામ ખંભાળીયાના ગ્રામ્યમાં રોડની દયનીય હાલત બની ગઈ છે,વડત્રા ગામથી ભાતેલ ગામ તરફ જતો રોડ બિસ્માર બન્યો છે,તો સ્થાનિકોનું કહેવું છે કે,મગરની પીઠ સમા રોડથી વાહનચાલકો પરેશાન થયા છે,અતિ બિસ્માર રોડ પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે,ઠેર-ઠેર ખાડા અને ખરાબ રોડના કારણે હાલાકી પડી રહી છે,તો તાત્કાલિક રોડ રિપેર કરવા ગ્રામજનોની માંગ છે.
ગુજરાત બજેટ 2025માં રોડ રસ્તાને લઈ ખાસ જોગવાઈ કરાઈ છે
ગુજરાત બજેટ 2025માં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યમાં માર્ગ અને મકાનના વિકાસ માટે મોટી ઘોષણાઓ કરી છે. તેમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે, રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત બજેટ 2025-25માં રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.









