• ભાગવતે કહ્યું કે લોકોએ તામસિ ભોજન લેવુ ન જોઇએ
  • જો તમે તામસી ખોરાક ખાશો તો તમે ખોટા રસ્તે જશો
  • અન્ન તેવો ઓડકાર જેવુ ખાશો તેવા વિચાર આવશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે જે લોકો માંસાહારી છે તેઓએ માંસ ખાતા સમયે અનુશાસનનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી મન એકાગ્ર રહી શકે. આરએસએસના વડા મોહન ભાગવત નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ભાગવતે કહ્યું કે લોકોએ તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.

ભાગવતે કહ્યું કે લોકોએ તામસિ ભોજન લેવુ ન જોઇએ. તેમણે કહ્યું કે અન્ન તેવો ઓડકાર. જો તમે તામસી ખોરાક ખાશો તો તમે ખોટા રસ્તે જશો. તેથી તામસિક ખોરાક ન ખાવો. પશ્ચિમ સાથે તેની સરખામણી કરતા ભાગવતે કહ્યું કે ભારતમાં માંસ અથવા માછલી ખાનારા લોકો શ્રાવણ મહિનામાં અને અમુક પવિત્ર દિવસોમાં તેમની રોજીંદી ખાવાની ટેવ છોડી દે છે. ભાગવતે કહ્યું કે લોકોએ નોન-વેજ ખાતી વખતે અનુશાસન રાખવું જોઈએ, જેથી તેમનું મન એકાગ્ર થઈ શકે.

[[$googlead]]

સત્યના સાક્ષાત્કારથી બન્યુ ભારત - ભાગવત

[[$alsoread]]

મોહન ભાગવતે કહ્યું કે આપણે ભારતની આત્મા બનવું પડશે જે ભારતના દરેક વ્યક્તિમાં કામ કરે. ભારત પાસે એક મન છે, ભારત પાસે એક બુદ્ધિ છે અને ભારત પાસે એક આત્મા છે, ભારતનું સ્વ સત્ય છે. સત્યની અનુભૂતિથી ભારતનું નિર્માણ થયું હતું. RSS સુપ્રિમો મોહન ભાગવતે કહ્યું આપણે આપણી સંસ્કૃતીનું જતન કરવુ જોઇએ. આપણે ભારતમાં વસીએ છીએ તે ન ભૂલવુ જોઇએ. આપણે આપણા વારસાને જાળવી રાખવો જોઇએ. 

  • Follow us on: