સાબરકાંઠાના પ્રાંતિજમાં ઇ-ધરા મામલતદાર કચેરીનો પટાવાળો બે હજારની લાંચ લેતા ACBના હાથે રંગેહાથે ઝડપાઈ ગયો છે. પટાવાળા રાજેન્દ્રસિંહ ઝાલાએ સરવે નંબરની જૂની નોંધો આપવા બે હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી તેને લાંચ આપવા માંગતા નહીં હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.


[[$googlead]]

પટાવાળો લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો

ગાંધીનગર એસીબીને માહિતી મળી હતી કે, સાબરકાંઠાના પ્રાંતિજમાં ઈ ધરા મામલતદાર કચેરી ખાતેના કરાર આધારીત કર્મચારી પટાવાળા રાજેન્દ્રસિંહ ઝાલા સર્વે નંબરોની જુની નોંધો કાઢી આપવાના અવેજ પેટે બે હજાર રૂપિયાની લાંચ માંગે છે.જે આધારે વોચ રાખીને છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લાંચના ડિકોય દરમિયાન આરોપી પટાવાળો લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો.

[[$alsoread]]


  • Follow us on: