સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિચલમાં વધુ એક બાળકનું મોત થયું છે. હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યું પામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે. જ્યારે ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે. આવતીકાલે પુના લેબોરેટરીથી સેમ્પલના પરિણામ આવશે. મોટાભાગના વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ વાયરસ ખાસ કરીને મચ્છર, મોટી માખીથી ફેલાય છે.


[[$googlead]]

શું છે વાયરસના લક્ષણો?

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જ વધારે જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને ખુબ જ ઝડપી ટ્રીટમેન્ટ મળવી ખુબ જરૂરી છે.

[[$alsoread]]

  • Follow us on: