હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સવારથી અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.


[[$googlead]]

સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાન

સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા હતા. ત્યારે પ્રાંતિજના સલાલ, અમિનપુર, વદરાડ, પાલીસના, ઉંછા, લીમલા, રામપુરા, ઘડી, તલોદના ઉજેડીયા, વક્તાપુર, ખેરોલ, વાવડી, હરસોલ, પુંસરી અને રોજડમાં વરસાદ જોવા મળ્યો હતો.

[[$alsoread]]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં જરૂરી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી શકે છે.

  • Follow us on: