સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ સર્જાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠાના 4 તાલુકાઓમાં વરસાદ માહોલ જામ્યો છે. પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને વડાલીમાં વરસાદ વરસ્યો છે. ઇડર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.


[[$googlead]]

જિલ્લામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ઇડરમાં વરસાદી માહોલ જામતા ઈડરીયા ગઢના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ઈડરીયા ગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો છે. 

[[$alsoread]]
  • Follow us on: