નર્મદા કિનારે આવેલા ધનેશ્વર આશ્રમ ખાતે સાધવીએ સાધુને લાફો મારી દીધો હતો, જે વીડિયો વાયરલ થયો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા માંગરોળ ગામ નજીક ધનેશ્વર મંદિર આવ્યું છે, જ્યાં છેલ્લા 25 વર્ષથી ચાલતો વિવાદ ફરી પ્રકાશમાં આવ્યો છે.


[[$googlead]]

પોલીસની હાજરીમાં જ સાધ્વીએ ફટકાર્યો લાફો

ધનેશ્વર મંદીરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વધુ એક વિવાદ થયો હતો, જેમાં આશ્રમની લાઈટો બંધ કરી દીધી, પથ્થરમારો કર્યો જેવી ફરિયાદ કરી સાધ્વીએ પોલીસને ફોન કરી બોલાવી હતી. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહા મંત્રી સદા નંદ મહારાજ પર પોલીસની હાજરીમાં મહિલા સાધ્વીને અપશબ્દો બોલ્યાનું કહી મહિલા સાધુએ સદાનંદ મહારાજને તમાચો મારી દીધો હતો. ત્યારે પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુ ગૃહસ્થ હોય તેમના પત્ની ભગવતદાસ જેમનું સાચું નામ ભૌમિકાબેન તેમની સાથે અને અન્ય પરપ્રાંતીય સેવકો સાથે રહે છે.

[[$alsoread]]

ધનેશ્વર આશ્રમની જમીનનો ચાલી રહ્યો છે વિવાદ

પરિક્રમવાસીઓની સેવા કરે છે, જ્યારે મંદિરની નજીક અને આશ્રમની સામે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજનો આશ્રમ આવેલો છે. તેઓ પણ પરિક્રમાવાસીઓની સેવા કરે છે. મંદિરની પૂજા કરે છે. બંને સાધુઓ વચ્ચે એક નહીં પણ અનેકવાર વિખવાદ થતાં આ મામલો એટલી હદે વધ્યો કે બંને એકબીજાને મારી નાખશે એવી બીક લાગે છે. રાજપીપળા ટાઉન પોલીસ પાસે બંને સાધુઓએ પોલીસ પ્રોટેક્શન માગવાની નોબત આવી છે.

  • Follow us on: