સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે પોરબંદર, જુનાગઢ, ધોરાજી અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.


[[$googlead]]

વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

[[$alsoread]]

દ્વારકામાં ગઈકાલે બપોરથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે.કેશોદમાં 4 ઇંચ, વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદર અને મેદરડામાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ખંભાળિયામાં 2.5 ઇંચ, જોડીયામાં 1.5 ઇંચ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ અને વલસાડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.


  • Follow us on: