સાવલીમાં નદીઓમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા છે ત્યારે સાવલીના મહી નદીમાં ચાલતા ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન દરોડા પાડીને બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરથમપુરા ખાંડી ગામે મહીસાગર નદીમાં ખનન પર દરોડા પાડતા મોટો મુદ્દા માલ પકડાયો હતો. સાત ડમ્પર, ટ્રેક્ટર, સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી અને સફળતા મળી હતી.


[[$googlead]]

હળવદની બ્રાહ્મણી નદીના પટમાં રેતી ચોરી કરતા ઈસમોની ધરપકડ

મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે હળવદની બ્રાહ્મણી નદીના પટમાં રેતી ચોરી કરતા ઈસમો પર તબાહી બોલાવી હતી. જેમાં સ્થળ પરથી રેતી ચોરીમાં વપરાતા લોડર, ડમ્પર સહિતના બે કરોડથી વધુની કિંમતના વાહનો કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

ખાણ અને ખનીજ વિભાગ મોરબીના અધિકારીની સુચનાથી હળવદના ટીકર ગામે આવેલ બ્રાહ્મણી નદીના પટ્ટ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન/સંગ્રહ કરવામાં આવતો હતો. જેથી ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરી કરતા લોડર, 3 ડમ્પરો એમ કુલ ચાર વાહન કિંમત રૂપિયા બે કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે હળવદની બ્રાહ્મણી નદીના પટમાં રેતી ચોરી કરતા ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં સ્થળ પરથી રેતી ચોરીમાં વપરાતા લોડર, ડમ્પર સહિતના એક કરોડથી વધુની કિંમતના વાહનો કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Follow us on: