સમગ્ર રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. RTO અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે નારાજગી જોવા મળી રહી છે.


[[$googlead]]

સ્કૂલ વાન ચાલકોએ જણાવ્યું કે, RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા 20થી 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે છે. વિદ્યાર્થીઓને લઈ જતાં હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે. તંત્ર તાત્કાલિક વાન ચાલકો પર તૂટી પડ્યુ છે. સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે, RTO અને ટ્રાફિક પોલીસ દ્વારાફિટનેશ અને સેફ્ટી વિનાના વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે.

  • Follow us on:

[[$alsoread]]