કહેવાય છે કે શનિદેવની કૃપા અપરંપાર છે. આપણે સૌ જાણીએ છીએ તેમ શનિદેવ સૂર્યદેવના પુત્ર છે અને તેમની માતા છાયાદેવી છે. તેમના ભાઈ યમરાજ છે અને બહેન યમુનાદેવી છે. શનિદેવના ગુરુ ભગવાન ભોળેનાથ છે અને તમને તમારા કર્મોનું ફળ પણ શનિદેવ જ આપે છે. પનોતી આવે તો માણસો ગભરાઈ જાય છે. કહેવાય છે કે શનિદેવ ખરાબ કર્મોનો જ દંડ આપે છે. તેમની પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની આરાધના કરવી જોઈએ. તો જાણો શું કરવું.
જે વ્યક્તિ ક્રોધિત હોય તો તેમની ક્ષમાયાચના માંગતા તે શાંત થાય છે. આ સિવાય શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરી લેવાથી પણ ફળ મળે છે. શનિ જયંતિએ શનિદેવને રીઝવવામાં કેટલાક ઉપાયો કારગર છે.
- ભગવાન શનિદેવના 10 નામનો જાપ કરો.
- આ દિવસે ગરીબોને ચંપલનું દાન કરવું.
- હનુમાનજી સમક્ષ હનુમાન ચાલીસાના પાઠ કરવા.
- આ દિવસે 8 ગરીબોને ભોજન કરાવવાથી ફાયદો થશે.
- હવનમાં કાળા તલથી આહુતિ આપવાથી શનિદેવ પ્રસન્ન થશે.
- શનિદેવનું સ્મરણ કરીને વૃક્ષની નીચે ખજૂર મૂકી દેવાથી પણ લાભ થશે.
- કાળા તલની ચીકી ગરીબો અથવા બાળકોને ખવડાવો.









