વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસના નેતાઓના ચોંકાવનારા નિવેદન સામે આવી રહ્યા છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ કહ્યું મારાં તરફથી બધા ઓપ્શન ખુલ્લા છે. Xyz ચૂંટણી લડશે હું મારી ચૂંટણીમાં મહેનત કરૂં એવી મહેનત કરવા તૈયાર છું.
હું કોઈ માટે કઈ ભલામણ કરવાની નથી: ગેનીબેન ઠાકોર
આના પર વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ આગેવાન ઠાકરસીએ કહ્યું હું ક્યાંય જવાનો નથી. ગેનીબેન અને કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર મુકશે એને આપડે ડંકાની ચોટ પર જીતાડવાના છે. તો સાંસદ ગેનીબેનએ કહ્યું કે હું કોઈ માટે કઈ ભલામણ કરવાની નથી પાર્ટી જેને ટિકિટ આપશે એ જ માન્ય છે.
ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહારો
ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે અમે 24 તારીખે અમારા ઉમેદવારનું ફોર્મ સુઈગામ પ્રાંત ઓફિસમાં ઢોલ નગારા સાથે વજતા ગાજતા ભરીશું. ત્યારે જ ભાજપના ધારાસભ્ય અને નેતાઓને રબ્બર સ્ટેમ્પ ગણાવતા કહ્યું કે ભાજપના ધારાસભ્યને સગા વ્હાલામાં ક્યાંય બાર જવું હોય તો પાર્ટીને પૂછ્યા વગર જઈ શકતા નથી. આ સિવાય બનાસકાંઠામાં તો એમને પાણી પીવું હોય તો પણ પૂછ્યાં વિના પી શકતા નથી.









