નવસારીના વાસદામાં એસએમસીએ કાર્યવાહી કરી છે જેમાં ગાંજો અને ઈ-સિગારેટ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે,પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે,80 ગ્રામ હાઇબ્રીડ ગાંજો SMCએ જપ્ત કર્યો છે અને 20 લાખની કિંમતની 20 ઈ-સિગારેટ કબ્જે પણ કરી છે,એસએમસીએ NDPS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
નવસારી પોલીસે દારૂ ઝડપ્યો
નવસારી એલસીબી પોલીસની ટીમે નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લીમીટેડની સામે ખડસુપાથી સણવલ્લા તરફ જતા જાહેર રોડ પરથી એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો, ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી 15,16,704 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 2 હજાર સહીત કુલ 25,28,704 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.









