અમદાવાદના વિરમગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે,ગ્રામજનોએ વોચ રાખી ચોરને રંગેહાથ ઝડપ્યો છે, મેમદપુરા ગામે ચોરીના બનાવને લઈ ફરિયાદની માગ ઉઠી છે,કેટલાક દિવસોથી ચોરોના ત્રાસથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે,પોલીસે ફરિયાદ ન નોંધતા ગ્રામજનોએ પ્રદર્શન કર્યુ છે.ચોર તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોની માગ ઉઠી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની બુટલેગરો સામે લાલ આંખ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ ASI જયદિપસિંહ વાઘેલા અને HC અનુપસિંહ સોલંકીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.









