રાજકોટના જસદણ શહેરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે,એક સપ્તાહમાં જસદણના બીજા મંદિરમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસે CCTVના આધારે તપાસ હાથધરી છે.જસદણના જુની નગરપાલિકા પાસે આવેલ મેલડી માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,ચોરી કરતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે,થોડા દિવસ પહેલા જ મોક્ષધામમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ચોરી થઇ હતી.
રાજકોટમાં અઠવાડિયા પહેલા પણ બની ચોરીની ઘટના
રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલના મકાનમાંથી રોકડ રકમ અને ઘરેણા સહિત 2.99 લાખની મત્તા ચોરી થયા અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોન્સ્ટેબલના પુત્રએ નોંધાવેલી ફરિયાદમાં શકમંદ તરીકે પોતાના ભાઈના મિત્રનું નામ આપ્યું છે કારણ કે, મિત્રએ જમવા માટેના પાસ આપ્યા હતા. બાદમાં યુવાન અને તેના માતા જમવા ગયા ત્યારે બંધ મકાનમાંથી મિત્રએ જ હાથ ફેરો કર્યો હોવાની શંકા દર્શાવતા પોલીસે ગુનો નોંધી શંકાસ્પદ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાહોદમાં પણ બાઈકોની થઈ ચોરી
દાહોદ શહેરના મોટાઘાંચીવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે બાઈક ચોરોએ ત્રણ મોટરસાઈકલની ચોરી કરીને ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં સલીમભાઈ ચાંદબાબુ લખારા, હુસૈનભાઈ યુનુસભાઈ શેખ અને અરબાઝભાઈ અખ્તરભાઈની મોટરસાઈકલો ચોરાઈ હતી.પોલીસ ફરિયાદ મુજબ, સલીમભાઈની હોન્ડા સાઇન (GJ-20-AB-9585), હુસૈનભાઈની હીરો હોન્ડા સ્પ્લેન્ડર (GJ-20-Q-1657) અને અરબાઝભાઈની હીરો સ્પ્લેન્ડર (GJ-20-AG-4207) મળીને કુલ ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતની મોટરસાઈકલો ચોરાઈ હતી.









