સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાશે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી કાર્યક્રમ યોજાશે. ઘૂઘવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને ચિંતન શિબિરની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આવતીકાલે કેશોદ એરપોર્ટ પર બે તબક્કે પહોંચશે મહાનુભાવો
મુખ્યમંત્રી, સહિત મંત્રી મંડળ તેમજ સચિવો, રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસ.પી. સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સોમનાથમાં ત્રણ દિવસ સુધી રોકાણ કરશે. આવતીકાલે સવારે કેશોદ એરપોર્ટ પર તમામ મહાનુભાવો બે તબક્કે આવી પહોંચશે. કેશોદ એરપોર્ટથી વોલ્વો બસમાં તમામ લોકોને સોમનાથ પહોંચાડવામાં આવશે. સોમનાથ ખાતે સર્કિટ હાઉસ, સાગર દર્શન, તેમજ હોટલોમાં તેઓ રોકાણ કરશે. તમને જણાવી દઈએ કે સોમનાથમાં ચિંતન શિબિરને લઈ મોટો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને તમામ જગ્યા પર કડક નજર રાખવામાં આવી રહી છે અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર આગામી આયોજનો પર કરશે મંથન
તમને જણાવી દઈએ કે આ ચિંતન શિબિરમાં રાજ્ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે. 21થી 23 નવેમ્બર દરમિયાન સોમનાથ ખાતે ચિંતન શિબિર યોજાશે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તથા સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત 197 લોકો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં તૈયાર થતી નીતિઓ, આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા થશે.









