વડોદરામાં શાળા શરૂ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. શાળાની બહાર બેનર અને પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ શાળા સંચાલકો અને પાલિકા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા શાળાને નોટિસ અપાતા સંચાલકોએ શાળા બંધ કરી. શાળા બંધ થતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યુ છે.


[[$googlead]]

નારાયણશાળા વિવાદમાં

શહેરની નારાયણશાળા વિવાદમાં આવી છે. પાલિકા દ્વારા હાથ ધરાયેલ ચકાસણીમાં નારાયણ શાળાની કથળતી સ્થિતિને લઈને પાલિકાએ સ્ટેબીલિટી રિપોર્ટ ના આપ્યો. પરંતુ પાલિકાએ નોટિસ આપી શાળા બંધ કરાવી દીધી હતી. નેગેટિવ રિપોર્ટ અને પાલિકાની નોટિસ બાદ શાળા સંચાલકોને નારાયણ શાળા બંધ કરવાની ફરજ પડી. અને તેના કારણે શાળામાં 2000થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અસર થઈ. સંચાલકો દ્વારા શાળા બંધ કરાતા વિદ્યાર્થીઓની સાથે 120 જેટલા શિક્ષકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. સંચાલકોએ શાળાને તાળા મારી દેતા 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ભણવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા વાલીઓ દ્વારા આ મામલે અનેક વખત ટ્રસ્ટીઓને રજૂઆત કરાઈ.

[[$alsoread]]

વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં

છતાં પણ નારાયણ શાળાના ટ્રસ્ટીઓ તરફી કોઈ યોગ્ય જવાબ ના મળતા આખરે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો તમામ એકસાથે આવી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. શાળાની બહાર બેનરો લગાવી પુનઃ નારાયણ શાળા શરૂ કરવાની માગ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ કરનાર એક શિક્ષકે જણાવ્યું કે ટ્રસ્ટીઓ કોઈ જવાબ ન આપતા તેમની નોકરી જોખમમાં મુકાઈ છે. તેઓ કોઈ બીજી શાળામાં નથી જઈ શકતા અને ના તો તેમને આ શાળામાંથી પગાર આપવામાં આવે છે. શિક્ષકોએ પોતાની જ શાળા સામે આંદોલન કરવું પડે તે બહુ દુઃખદ બાબત કહેવાય. આને કહેવાય 'પાડાના વાંકે પખાલીને ડામ' શાળા સંચાલકોની બેદરકારીના લીધે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.


  • Follow us on: