જૂનગાઢના સ્વામીનરાયણના સ્વામી જે.કે સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. જેમાં ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રીંઝા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામે એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. જેમાં પ્રોજેક્ટ અને મંદિર નહિ બનાવતા આપેલા રૂપિયા વારંવાર માંગતા હાથ અધ્ધર કર્યા હતા. જેમાં સ્વામી સહીત 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ વધુ તપાસ પોલીસ કરી રહી છે.
1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી
સ્વામીનારાયણના સ્વામી સામે ઠગાઈની ફરિયાદ થઇ છે. જેમાં જે.કે.સ્વામી સામે રૂપિયા 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી છે. સુરતમાં જે.કે.સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઇ છે. રીંઝા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામે ઠગાઈ કરી હતી. પ્રોજેક્ટ અને મંદિર નહીં બનાવી પૈસા પડાવ્યા હતા. તેમાં સ્વામી સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલના સંપર્કમાં આવ્યા
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર છે. રીંગરોડ જીવનદીપ કોમ્પલેક્ષમાં એડવાઈઝર ફાયનાન્શીયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલીક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા.









