સુરતના ઉધના વિસ્તારમાં જરીના કારખાનામાં આગ લાગી. કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગી તે સમયે કારખાનું બંધ હતું. આગમાં લાખોની જરી બળીને ખાખ. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઘટનાની જાણ થતાં DGVCLના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો.
સ્પાર્કથી લાગી આગ
ઉધના વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં આગની ઘટના બની હતી. કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ શર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. સ્પાર્કથી શરૂ થયેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
પાવર સપ્લાય બંધ કરી દેવાયો
આગ લાગી ત્યારે કારખાનું બંધ હતું. જેથી લોકોને જાણ થતાં વાર લાગી હતી. આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગમાં લાખોની જરી અને સામાન બળીને ખાક થઈ ગયાં હતાં. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ઘટનાની જાણ થતાં DGVCLના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેથી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.









