સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેને લઈને માત્ર બે મહિનામાં સુરતમાં તાવના શંકાસ્પદ 16 હજાર કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં મેલેરિયાના 85 અને ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. મહત્વનું કહી શકાય કે, ઓગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 66000 ઘરોમાં બ્રિડીગ મળી આવ્યા હતા.


[[$googlead]]

2 મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સુરતમાં સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 4500 જગ્યાએ બ્રિડિગ મળી આવ્યા છે. ત્યારે 9 હજાર લોકોને બ્રિડીગ મળી આવતા નોટિસ આપવામાં આવી છે. તો આ 2 મહિનામાં 39 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.

[[$alsoread]]

ડોકટરો પણ ચિંતામાં મૂકાયા

ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ રોગચાળાની અસર જોવા મળી છે.તાવ,ડેન્ગયૂ,ઝાડા ઉલટી,ટાઈફોડના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.હોસ્પિટલમાં રોજ કરતા બમણી ઓપીડી આવી રહી છે. જેના કારણે ડોકટરો પણ હવે ચિંતામાં મૂકાયા છે કે,કઈ રીતે આટલા બધા દર્દીઓની સારવાર કરવી,તો સુરતમાં અત્યાર સુધી રોગચાળામાં ઘણા લોકોના મોત થયા છે. જો આરોગ્ય વિભાગ દરેક વિસ્તારમાં જઈ દવાનો છંટકાવ તેમજ ફોંગીગ નહી કરે તો હજી પણ રોગચાળો વધી શકે છે.



  • Follow us on: