[[$googlead]]
સુરતમાં AMNS કંપનીમાં બ્લાસ્ટ બાદ આગના કારણે મોતને ભેટેલા લોકોને કંપની તરફથી સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ કેસમાં 4 કોન્ટ્રાકટ પર કામ કરતાં કર્મીઓનું મોત નીપજ્યા હતા. મૃતક કામદારોના પરિવારની મદદે AMNS કંપની આવી છે અને માનવતાના ધોરણે આર્થિક સહાય આપશે.

મૃતકના પરિવારને રૂપિયા 50 લાખનું વળતર ચૂકવવામાં આવશે

કંપની તરફથી મૃતકના પરિવારને રૂપિયા 50 લાખનું વળતર ચૂકવવામાં આવશે. આ સિવાય કંપની મૃતકના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપશે. આ સાથે જ ઈન્સ્યોરન્સનું વળતર પણ મૃતકના પરિવારજનોને ચૂકવવામાં આવશે. જણાવી દઈએ કે 2000 ડિગ્રીના તાપમાન પર 4 લોકો સળગી ગયા હતા.

બ્લાસ્ટ બાદ 4 શ્રમિકોના મોત થયા હતા

ત્યારે બીજી તરફ સુરતના હજીરાની AMNS કંપનીમાં બ્લાસ્ટના કેસમાં કંપનીની બેદરકારી છતાં પોલીસે હજુ સુધી ગુનો નોંધ્યો નથી. AMNSમાં ફર્નેશનો સેફ્ટી વાલ્વ ન ખુલ્યો હતો અને વાલ્વ ના ખુલતા પ્રેશર વધતા બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ બ્લાસ્ટ બાદ 4 શ્રમિકોના મોત થયા હતા અને રિપોર્ટના બહાને હજુ ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાને કેટલાક દિવસ થયા છતાં પણ હજુ રિપોર્ટ આવ્યો નથી.

સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે આપ્યા આદેશ

ત્યારે સુરતમાં AMNS કંપનીમાં બ્લાસ્ટમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. બે દિવસમાં રિપોર્ટ સબમીટ કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોરેક્સ પ્લાન્ટમાં ધડાકા બાદ આગ લાગી હતી. આગ લાગતા 4 કામદારોના મોત થયા હતા. ત્યારે આ કેસમાં નાયબ કલેકટર, ઓલપાડ પ્રાંત ઓફિસરને રિપોર્ટ કરશે. મૃતકોની ઓળખ માટે DNAના નમૂના લેવાયા હતા. 
  • Follow us on: