ગુજરાતમાં સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે.હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે. ત્યારે આ ફરજિયાત હેલ્મેટને લઇને સુરતમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરતમાં અનોખો વિરોધ
સુરતમાં ફરજિયાત હેલ્મેટનો અનોખો વિરોધ કરાયો હતો. મામેરામાં હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. ફરજિયાત હેલ્મેટને લઇને લોકોએ જાહેરમાં જ વિરોધ નોંધાવ્યો. ભાઈઓ હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચ્યાં. લાલ દરવાજામાં બહેનના ઘરે મામેરું હતુ અને બધા મામરેમાં જઇ રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. ભાઇઓ તો હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા.









