સુરતની એકતા ટ્રાવેલસે કરોડોનું ટિકિટ કૌભાંડ આચર્યુ હોવાની વાત સામે આવી છે.એકતા ટ્રાવેલસના સાડા ચાર કરોડના ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે,બોગસ IDથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરવામાં આવતી હતી.973 બોગસ ID, 4 મેલ ID, 5 લેપટોપ અને 5 રાઉટર જપ્ત કરાયા છે.ગદર સોફ્ટવેરથી 2 કરોડ 88 લાખની ઈ-ટિકિટ બુક કરાઈ હતી.તો રાજેશ મિત્તલ, પરિવારના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.બેંક એકાઉન્ટ પરથી વિજિલન્સ અને પોલીસને 10 કરોડના વ્યવહાર મળતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


[[$googlead]]
  • Follow us on: