લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે શું નથી કરતા. કોઇ પણ જગ્યાએ જઇને વીડિયો એવા એવા શૂટ કરે કે જેથી તેમના ફોલોઅર્સ વધે, તેઓના વ્યૂઝ વધે. તેઓ લાઇમલાઇટમાં આવે. પરંતુ ઘણીવાર લોકો એવા એવા રિલ્સ બનાવે છે કે કાયદાનું પણ ભાન રહેતુ નથી. રિલ્સ બનાવવાના ચક્કરમાં આસપાસનું પણ કંઇ વિચારતા નથી.
11 લોકોને ઝડપી પાડ્યા
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રિલ્સ બનાવી હતી. રેલવે ઓવરબ્રિજ પર યુવકોએ રિલ બનાવી હતી. જે ભેસ્તાન વિસ્તારના માથાભારે લોકોની રિલ્સ હતી. પોલીસે આવા તત્વોને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. ભેસ્તાન પોલીસે 11 લોકોને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસે માફી પણ મંગાવી હતી. પોલીસે બ્રિજ પર બનેલી રિલ્સ બનાવનારાને રીયલ કાયદાનું ભાન કરાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં ચમકવાના ચક્કર
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડેપ્યુટી સીએમના પુત્ર આશુ બૈરવા ટશનમાં ખુલ્લી હૂડવાળી જીપ ચલાવતા જોવા મળે છે. પોલીસ જીપને આગળ અને પાછળ એસ્કોર્ટ કરતી જોવા મળે છે.
રીલ બનાવવા ખુલ્લી જીપમાં ડેપ્યુટી CMના દીકરાના સીન સપાટા
આશુ બૈરવા સાથે અન્ય ત્રણ યુવકો પણ છે, જેમાંથી એકનું નામ કાર્તિકેય ભારદ્વાજ હોવાનું કહેવાય છે. કાર્તિકેય કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર છે, જેમણે હાલના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સામે સાંગાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે, રાજકારણીઓના આ પુત્રોને મોજ-મસ્તી માટે પોલીસની સુરક્ષા કેમ મળી તે સમજની બહાર છે.