સુરતમાં 200 કરોડના સાયબર કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. ઉધના પોલીસે આ કેસમાં મયુર ઈટાલિયાની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. મયુરે અનેક લોકોના બેક એકાઉન્ટ ભાડે લીધા હતા. 30 એકાઉન્ટ પૂરા પાડી 1.80 કરોડ કમાયો હતો. મયુર ઇટાલીયા મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ છે. 200 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા.
200 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું
સુરત શહેર સાયબર ફ્રોડ નું એપી સેન્ટર બની ગયું છે. ઉધના માં 200 કરોડના સાઈબર કૌભાંડ મામલે ઉધના પોલીસે મયૂર ઇટાલિયાની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. MBA બાદ નોકરી નહિ મળતાં પાપડનું માર્કેટિંગ કરતો હતો. ત્યાર બાદ સાયબર ફ્રોડથી બે કરોડ કમાયો હતો. બેંક કિટ ભાડે આપી કમાયેલા નાણાંથી શેરમાર્કેટમાં પોર્ટફોલિયોમાં રોકાણ કર્યું હતું. મયુર ઇટાલીયા MBA કર્યા બાદ દુબઇ પણ રહ્યો હતો.બેથી ત્રણ વર્ષ રહી તેણે દુબઇમાં નોકરી પણ કરી હતી.પોલીસની પુછપરછમાં મયુરે અનેક લોકોના બેક એકાઉન્ટ ભાડે લીધા હોવાનું જણાવ્યું હતું. સાઇબર ટોળકીને પૂરા પાડેલા 100 બેંક એકાઉન્ટ પૈકીના કેટલાક એકાઉન્ટની ડિટેઇલ પોલીસે ચકાસતાં 200 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું.









