સુરતમાં બનેલી પાલી દુર્ઘટના બાદ મનપા તંત્ર હવે સફાળુ જાગ્યું છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા હવે જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપવાનું શરૂ કર્યુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ વારંવાર નોટિસ આપ્યા છતાં કેટલાક લોકો ઘર ખાલી ન કરતા મનપાએ કડક વલણ અપનાવ્યું છે. ત્યારે બીજી તરફ લોકોએ મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો છે અને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી ન હોવાનો આરોપ લગાવ્યો છે. લોકો કહી રહ્યા છે કે ગઈકાલે જ નોટિસ આપી અને આજે નળ અને વીજળી કનેક્શન કાપી નાખ્યા છે.









