સુરતમાં AAPના બે કોર્પોરેટર વિરુદ્ધ ACBમાં અરજી થઈ છે,જેમાં બે કોર્પોરેટર પર આક્ષેપ લાગ્યો છે કે,પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર પાસે રૂપિયા 10 લાખની માંગણી કરાઈ હતી.કોન્ટ્રાકટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવા આપ્યા છે,AAP કોર્પોરેટર સાથે પાલિકાના કર્મચારીની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

કોર્પોરેટરે લાંચને લઈ આક્ષેપો ફગાવ્યા છે અને કહ્યું કે,પાર્કિંગ માફિયાઓ ખોટી રીતે ઉઘરાણા કરે છે,અમે કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી છે,અમારા પર દબાણ કરવા આક્ષેપ કરાઇ રહ્યાં છે.આમ આદમી પાર્ટી વિવાદોનું ઘર બની ગઈ હોય એવું લાગે છે. એક પછી એક ઘણા નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ત્યારે ફરી એક વાર સુરતના આપના બે કોર્પોરેટર સામે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે ACBમાં ફરિયાદ દાખલ કરી છે.


[[$alsoread]]


  • Follow us on: