સુરત એરપોર્ટ પર ફરી એકવાર બર્ડ હીટની ઘટના બની છે. જેમાં બર્ડ હીટ થતા હૈદરાબાદની ફ્લાઇટ એક કલાક મોડી પડી છે. ત્યારે રવિવાર સાંજની ફ્લાઇટ સાથે બર્ડ હીટનો બનાવ બન્યો હતો. જેમાં 120 યાત્રીના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા રૂપિયા 50 લાખનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં રૂ.50 લાખનો ધુમાડો છતા બર્ડ હીટ યથાવત છે.


[[$googlead]]

પક્ષી ઉડાડવા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ધુમાડો કરવા છતાં બર્ડ હિટની ઘટના અટકતી નથી. ગત 27મી એ પણ ઈન્ડિગોની બેંગ્લોરની ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના થઇ હતી. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી. ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે 200 મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી.

[[$alsoread]]
  • Follow us on: